સામે એક ટેકરી છે

bookmark

સામે એક ટેકરી છે, ત્યાં વડનું ઝાડ છે.
વડને વડવાઈઓ છે, ઠંડી મજાની હવા છે.

કાલે ત્યાં જાશું ભાઈ, હીંચકા ખાશું ભાઈ!
ઉજાણી પણ કરશું ભાઈ, રમીને જમીને જશું ભાઈ!

આ દાતરડું કેવું? ઘાસ કાપે એવું!
આ ઘાસ કેવું? ગાય ખાય એવું!

આ ગાય કેવી? દૂધ આપે એવી!
આ દૂધ કેવું? દહીં થાય એવું!

આ દહીં કેવું? છાસ થાય એવું!
આ છાસ કેવી? માખણ થાય એવી!

આ માખણ કેવું ? ઘી થાય એવું!
આ ઘી કેવું ? લાડવા થાય એવું!
આ લાડવા કેવા? મને ભાવે એવા!

એક હતી છોકરી, એણે પાળી બકરી
છોકરી ગઈ ફરવા, બકરી ગઈ ચરવા
ફરીને આવી છોકરી, ભાળી નહિ બકરી

રડવા લાગી છોકરી, એં એં એં
આવી પહોંચી બકરી, બેં બેં બેં