સગપન
ચોરી કરવા ચાલ્યા ચોર, સૌ ની પોલ માન થાતો શોર,
સિપાહી માલ્યા સામ, બા ના ભાઈ તે મામા.
મામા લવે ચોક ચોક ગાડી, બાને માતે લાવે સાદી,
સાદી ના રંગ પાકા, બાપ ના ભાઈ તે કાકા.
કાકા કાકા કારેલા, કાકી એ વઘારેલા,
કાકી પડયા રોઈ, બાપ ની બેન તે ફોઈ.
ફોઈ ફુલદા લવે છે, ફુઆ ને વધાવે છે,
ફુઆ ગયા કાશી, બા ની બેન તે માસી.
