એક હતો રાજા
એક હતો રાજા
રાજા વગાડે વાજા
વાજા ભોલે રામનું નામ
કૌશલ્ય નંદન નું નામ
રામ ચાલ્યા વનમાં
સાથે લક્ષ્મણ સીતા
ત્યાં આવ્યો રાવણ
સીતાનું કર્યું હરણ
હૂપ હૂપ કરતા વાનર આવ્યા
સાથે હનુમાન લાવ્યા
હનુમાને માર્યો કૂદકો
રાવણના ઘરમાં ઘુસ્યો
હનુમાને બાળી લંકા
રાવણના મનમાં શંકા
રામ રાવણ યુદ્ધ કરે
સીતારામ રાજ કરે!
