ચકીબેન ચકીબેન
ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહીં ?
બેસવાને પાટલો સૂવાને ખાટલો
ઓઢવાને પીછાં આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
પહેરવાને સાડી મોરપીછાં વાળી,
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને,
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
ટક ટક કરજો ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તને
હું આપીશ તને … ચકીબેન ચકીબેન
બા નહીં બોલશે, બાપુ નહીં વઢશે,
નાનો બાબો તો ઊંઘી ગયો,
ઊંઘી ગયો … ચકીબેન ચકીબેન
